ઓર્ગેનિક પ્રશ્નોતરી
ઓર્ગેનિક પ્રશ્નોતરી
જે ખેડૂત જમીન ખાતામા ( 8અ મા ) નામ ધરાવે છે, તે ખેડૂત જૈવિક સર્ટિફિકેશનમા રજીટ્રેશન કરાવી શકે છે.
- હા, પશુધન હોવાથી જૈવિક ખેતીમાં ખર્ચ ઘટે છે, કેમ કે જૈવિક ખેતી કરતાં ખેડૂતોને બહારથી કોઈ પણ જાતનું જૈવિક ખાતર કે સેન્દ્રિય ખાતર લાવવાની જરૂર હોતી નથી.
ના, પોતાના જૈવિક ઉત્પાદન માથી એટલે કે પોતાનું જ બિયારણ વાપર કરીએ છીએ.
કઠોળ વર્ગ,અનાજવર્ગ,બાગાયતીપાકો, અને ઘાસચારા વગેરે પાકો લઈ શકાય. નોંધ:- તંબાકુ અને બીટીકપાસ આ બન્ને પાક ઓર્ગેનિક ખેતીમાં લઈ શકાય નહીં.
- જૈવિક ખેતીમાં રોગ જીવાતને નિયંત્રણ કરવા માટે અગ્નિઅસ્ત્ર, દસપર્ણી, નિમાશ્ત્ર, ખાટી છાશ, બ્રહ્માસ્ત્ર વગેરે નો વાપર કરીએ છીએ.
૨૦ લિટર પાણી લઈ તેમાં ૧૦ કિલોગ્રામ લીમડા ના પાંદડા, 1 કિલો ચૂનો લઈ તેને પાણી ની અંદર મિક્સ કરી ૪૮ કલાક સુધી રાખવું.
૨૦ લિટર પાણીમાં ૨૫૦ મિલી ઉમેરી છાંટવું.
૨૦ લિટર પાણી લઈ તેમાં ૨ કિલો મરચાં,૧ચૂનો,૫૦૦ગ્રામ આદું ૨૦૦ ગ્રામ લસણ નું પેસ્ટ બનાવી ૪૮ કલાક રાખી ઉપયોગ કરવો.
૨૦ લિટર પાણીમાં ૨૫૦ મિલી ઉમેરી ને બરાબર મિક્ષ કરી છાંટવું.
૨૦ લિટર પાણીમાં ૨૫૦ મિલી
જીવમૃત, છાણિયું,વર્મીકંપોસ્ટ, નિમખોળ,કંપોસ્ટખાતર, લીલો પડવાસ નો વાપર કરી શકાય.
ગાયનું છાણ ૧૦ કિલો,ગૌમુત્ર,૧૦ લિટર,ગોળ ૨કિલો,જૈવિક’ મિશ્રણ ૨૦૦ ગ્રામ, બેસન ૨ કિલો, ફળદ્રુપમાટી ૧ કિલો (જ્યાં રસયાણ કે કેમિકલ નો ઉપયોગ કરવામાં ના આવ્યો હોય.) ૨૦૦ લિટર પાણી ના ડ્રમ માં મિલાવો, સવારે અને સાંજે ઘડિયાળ ની ડીસામાં રોજ બે વખત હલાવો.આમ ૬ થી ૭ દિવસ બાદ જીવામૃત તૈયાર થઈ જાય.
પાળા પદ્દ્તિમાં પાણી દ્વારા સીધું છોડીને, પાતળું પાણીકરી ડ્રીપ દ્વારા પણ ઉપયોગ માં લઈ સકાય.
જીવામૃત ના ઉપયોગ થી જમીન ભૂર ભૂરી થાય અને ફળદ્રુપ બને છે.અને ત્રણ વર્ષ પછી જમીન ખાતરો ની બાબત માં આત્મનિર્ભર થઈ જાય. ઉત્પાદન ખર્ચ 60 થી 80 ટકા સુધી ઘટી જાય છે.
લેડીબર્ડ કીટક
નુકશાન કરતી જીવતો ને આ કીટક ખોરાક તરીકે ઉપયોગ કરી નુકશાન થતું અટકાવે છે.
1. પ્રદૂષણના સ્તરને ઘટાડીને પર્યાવરણના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
2. ઉત્પાદનમાં અવશેષોના સ્તરને ઘટાડીને માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્યના જોખમોને ઘટાડે છે.
3. કૃષિ ઉત્પાદનને ઉચ્ચ સ્તરે રાખવામાં મદદ કરે છે અને તેને ટકાઉ બનાવે છે.
4. ટૂંકા ગાળાના લાભ માટે કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને ભાવિ પેઢી માટે તેનું સંરક્ષણ કરવામાં મદદ કરે છે.
5. માત્ર પ્રાણી અને મશીન બંને માટે ઉર્જા બચાવે છે, પરંતુ પાકની નિષ્ફળતાનું જોખમ પણ ઘટાડે છે.
6. જમીનના ભૌતિક ગુણધર્મોને સુધારે છે જેમ કે દાણાદાર, અને સારી ખેડાણ, સારી વાયુમિશ્રણ, મૂળમાં સરળ પ્રવેશ અને પાણીને પકડી રાખવાની ક્ષમતામાં સુધારો કરે છે.
7. જમીનના રસાયણોના ગુણધર્મોને સુધારે છે જેમ કે જમીનના પોષક તત્વોનો પુરવઠો અને જાળવણી, અને સાનુકૂળ રાસાયણિક પ્રતિક્રિયાઓને પ્રોત્સાહન આપે છે.
ખેતર ના ફરતે માટી ના મોટા પાળા બાંધવા, ખેતર ની ફરતે કોઈ પણ પ્રકારના લીલા મોટા છોડ વાવવા, બાજુ નું ખેતર કેમિકલ વારું હોય તો તે ખેડૂત જાણ કરવી કે મારા ખેતરની પાસે કોઈ પણ પ્રકારનું કેમિકલ ફેકવું નહીં . આવી બધી બાબતો નું ધ્યાન રાખવું.
જૈવિક ખેતીનો પાકનો સંગ્રહ અલગ થી કરવો પડે છે. જ્યાં ચોખી જગ્યા હોય અને ત્યાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ના હોય તેવી જગ્યાએ સંગ્રહ કરવો. તેના માટે અલગથી ઓરડી કે ગોડાઉન બનાવું.
• ૧૦૦ કીગ્રા ગાયનું છાણ + ર લીટર જીવામૃત +૧ કીગ્રા દેશી ગોળ +૧ કીગ્રા ચણાનો લોટ .
• આ મિશ્રણને ૪૮ કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં ૩ થી ૪ વખત ઉપર નીચે ફેરવવું.
• મિશ્રણ સુકાયા બાદ ગાંગડાનો ભુકો કરવો .
• ત્યારબાદ શણના કોથળામાં ભરી, જમીનથી ઉપર, લાકડાના મેડા ઉપર રાખવું.
એક વર્ષ સુધી વાપરી શકાય છે, આખરી ખેડાણ પહેલા પ્રતિ એકર 200 કિલો અને ફૂલ આવવાની અવસ્થાએ 100 કિલો પ્રતિ એકર આપવું.
સૂક્ષ્મજંતુઓ આપવાથી જંતુઓની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે, હ્યુમસની રચના ઝડપી બને છે તેમજ નિષ્ક્રિય કૃમિ સક્રિય થાય છે અને છોડના મૂળને અનુપલબ્ધ પોષક તત્વો મળે છે. છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જે નાઈટ્રોજનની ઉપલબ્ધતામાં વધારો કરે છે.
વર્મીકમ્પોસ્ટ અળસિયા દ્વારા ઉત્પાદિત જૈવિક ખાતરનો સંદર્ભ આપે છે. તે કૃમિના કાસ્ટિંગ (મળના ઉત્સર્જન), માટીમાં રહેલા સેન્દ્રિય પદાર્થનાં રજકણ, જીવંત અળસિયા, તેમના કોકૂન અને અન્ય સજીવોનું મિશ્રણ છે. વર્મીકમ્પોસ્ટિંગ એ બિન-ઝેરી ઘન અને પ્રવાહી કાર્બનિક કચરાના નિકાલ માટે યોગ્ય ખર્ચ અસરકારક અને કાર્યક્ષમ રિસાયક્લિંગ તકનીક છે.
જૈવ ખાતર આવા ફાયદાકારક સૂક્ષ્મજીવોના જીવંત સૂત્રનો ઉપયોગ કરવા માટે તૈયાર છે જે બીજ, મૂળ અથવા જમીન પર લાગુ થવા પર તેમની જૈવિક પ્રવૃત્તિ દ્વાર પોષક તત્ત્વોની ઉપલબ્ધતાને એકત્ર કરે છે, અને સૂક્ષ્મ વનસ્પતિના નિર્માણમાં મદદ કરે છે અને સામાન્ય રીતે જમીનની તંદુરસ્તી જાળવી રાખે છે.
ખેતીમાં બાયોફર્ટિલાઇઝર જેવા કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદનોની ગુણવત્તાને સુરક્ષિત કરવા માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
પાકની ઉપજમાં 20-30% વધારો થાય છે. છોડના વિકાસને ઉત્તેજીત કરે છે. જમીનને જૈવિક રીતે સક્રિય કરે છે. કુદરતી જમીનની ફળદ્રુપતા પુનઃસ્થાપિત કરે છે, દુષ્કાળ અને જમીનથી થતા કેટલાક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. પર્યાવરણને અનુકૂળ (પ્રકૃતિ સાથે મૈત્રીપૂર્ણ) છે. ખર્ચમાં ઘટાડો કરે છે.
20 લિટર દેસી ગાયનું ગૌમૂત્ર + 2 કિગ્રા કડવા લીમડાના પાનની ચટણી +2 કિગ્રા કરંજના પાનની ચટણી + 2 કિગ્રા સીતાફળ ના પાનની ચટણી + 2 કિગ્રા એરંડડાના પાનની ચટણી + 2 કિગ્રા ધતુરાના પાનની ચટણી + 2 કિગ્રા બીલીપત્ર પાનની ચટણી આ પૈકી કોઈ પણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું. ત્યારબાદ 2 દિવસ સુધી સવાર–સાંજ 5-5 મિનિટે માટે ઘડિયારના કાંટાની દિશામાં હલાવવું પછી ગરમ કપડાથી ગારીને ઉપયોગ કરવો.
સંગ્રહણ ક્ષમતા : ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય
છંટકાવ : પ્રતિ એકર ૨૦૦ લિટર પાણી + ૬ થી ૮ લિટર બ્રહ્માસ્ત્ર
જે ખેડૂત જે ગ્રુપમાં હોય તે ગ્રુપનું નામ કહેવું, ના ખબર હોય તો ગ્રુપલીડર સાથે વાત કરવી.
હા, દર મહિને એક કે તેથી વધારે તાલીમ કે મિટિંગ કરવી જરૂરી છે.
જૈવિક ખેતીમાં રોગ જીવાતને નિયંત્રણ કરવા માટે અગ્નિઅસ્ત્ર, દસપર્ણી, નિમાશ્ત્ર, ખાટી છાશ, જીવમૃત, વગેરે નો વાપર કરીએ છીએ.
કુદરતી રીતે કરવામાં આવતી ખેતી ને જૈવિક/ઓર્ગનિક ખેતી કહેવાય છે. જેમાં કોઈપણ કેમિકલ કે રસાયણ નો ઉપયોગ કરવામાં આવતો નથી.
કઠોળ વર્ગ,અનાજવર્ગ,બાગાયતીપાકો, અને ઘાસચારા વગેરે પાકો લઈ શકાય. નોંધ:- તંબાકુ અને બીટીકપાસ આ બન્ને પાક ઓર્ગેનિક ખેતીમાં લઈ શકાય નહીં.
બીજ ઉપર બીજામૃત છાંટી છાયડાં માં સૂકવી ઉપયોગ માં લેવું
બીજામૃત એટલે દેશીગાયનું છાણ,ગૌ મૂત્ર, ચૂનો, ફળદ્રુપ માટી,પાણી દ્વારા તૈયાર કરવામાં આવતું પ્રવાહી.
દેશી ગાય નું છાણ-૫ કિલોગ્રામ, ગૌ મૂત્ર ૫ લિટર, ચૂનો૫૦ ગ્રામ, ફળદ્રુપ માટી ૫૦ગ્રામ,જૈવિકમિશ્રણ ૫૦ ગ્રામ, પાણી ૨૦ લિટર લઈ ગાયના છાણ ની પોટલી બનાવી લીધેલા પાણી માં ડૂબાડી દેવી,જેમાં ૫૦ગ્રામ ચૂનો ,ફળદ્રુપ માટી પાણીમાં ભેળવી દો. બીજા દિવસે ગાયના છાણ નીપોટલી ને ત્રણ વાર નિચોવી દો આ મિશ્રણ ને બીજાદીવસે લાકડી થી હલાવી ઉપયોગ માં લઈ શકાય.
બીજામૃત ને બીજ ઉપર છાંટી છાંયડાં માં સૂકવી ઉપયોગ કરી શકાય.